Home > કવિતા, ગઝલ, મનહર મોદી > સવાલ નથી – મનહર મોદી

સવાલ નથી – મનહર મોદી

December 15, 2013

એ અહીં છે અને સવાલ નથી,
ને છતાં હોય તો ખયાલ નથી…

મેં મને ને તને જ સમજાવ્યો,
તું કહે એ જ તારી ચાલ નથી?

હું નથી એ તો સાવ સાચું છે,
તું નથી એમાં કોઈ માલ નથી…

આમ ઢાંકે અને ઉઘાડે છે,
રેશમી શ્વાસ છે રુમાલ નથી…

કોણ ચોરી ગયું તપાસ કરો,
એક ઘરમાં કોઈ દીવાલ નથી…

– મનહર મોદી

Advertisements
%d bloggers like this: