Home > કવિતા, ગઝલ, જિગર જોષી 'પ્રેમ' > મૂકી ગયો છું હું – જિગર જોષી ‘પ્રેમ’

મૂકી ગયો છું હું – જિગર જોષી ‘પ્રેમ’

December 13, 2013

ઘણા ચહેરા, ઘણી વાતો ઘણું મૂકી ગયો છું હું,
અરીસો થઈ અને મુજ હાથથી ફૂટી ગયો છું હું…

ઘણી મશહુર છે સ્ટોરી, ટપકતી છત હતો પહેલાં,
પછી વરસ્યો ઘણો વરસાદ ને તૂટી ગયો છું હું…

વિચારું છું હજી ભીનાશ જેવું શું હશે અંદર?
નહીં તો આંખથી તો ક્યારનો છૂટી ગયો છું હું…

અરે હું ચાંદ છું પૂનમ તણો જાણે છે આખું જગ,
અમાસી રાતનું મન રાખવા ડૂબી ગયો છું હું…

વટાવી ગઈ હદો સઘળીય મજબૂરી અમારી કે
હતું મારૂં જ એ ઘર ‘પ્રેમ’ ને લૂટી ગયો છું હું…

– જિગર જોષી ‘પ્રેમ’

Advertisements
%d bloggers like this: