Home > કવિતા, ગઝલ, હરિન્દ્ર દવે > મથુરાથી ઉડીને મોરપિચ્છ એક – હરિન્દ્ર દવે

મથુરાથી ઉડીને મોરપિચ્છ એક – હરિન્દ્ર દવે

November 24, 2013

મથુરાથી ઉડીને મોરપિચ્છ એક ઓલ્યા ગોકુળ ની ગલીએ લેહેરાયું,
અંધારી રાતે જોયું વીજળી નાં ચમકારે, એને ઝીલવાને દોડી ગયો વાયુ…

લઈને હિલ્લોળા નીર જમુના નાં સરખાવે, એની નીલાશ સંગે વાન,
વૃંદાવન કુંજે કોઈ ગમતીલા તરુવર ની ડાળી માં ઉગ્યું એક ગાન,
સુતી યશોદા ની વેદના ને વીંધી એના ઊંઘરેટા નેણ માં સમાયું…

કૌતુક થી રાતે સુતો સુરજ જગાડ્યો, એના કિરણો નું ટોળું આવ્યું આંગણ,
નંદજી ને ઘેર આખું આભ ઉતર્યું ને, ડોક ઉંચી કરી જુએ ગોધણ,
રાધાએ મખમલિયા પીંછા ને ચૂમ્યું ત્યાં તો, વાંસળીમાં સગપણ છલકાયુ…

Advertisements
%d bloggers like this: