Home > અદમ ટંકારવી, કવિતા, ગઝલ > હવે ક્યાં મળે છે? – અદમ ટંકારવી

હવે ક્યાં મળે છે? – અદમ ટંકારવી

November 18, 2013

એ નજરોથી નજરો હવે ક્યાં મળે છે?
અણીશુદ્ધ ગઝલો હવે ક્યાં મળે છે?

જે માણસ હતો આ નગરનો જ હિસ્સો,
એ માણસનો પત્તો હવે ક્યાં મળે છે?

કયું, કોણ ક્યારે, કહીં, કેમ, કેવું?
કશાયે જવાબો હવે ક્યાં મળે છે?

જ્યાં આંખો મીંચીને અમે ચાલતા’તા,
‘અદમ’ એજ રસ્તો હવે ક્યાં મળે છે?

Advertisements
%d bloggers like this: