Home > આદિલ મન્સૂરી, કવિતા, ગઝલ > સામે – આદિલ મન્સૂરી

સામે – આદિલ મન્સૂરી

October 29, 2013

આગ પાણી અને હવા સામે,
માનવી એકલો બધા સામે…

સૂર્ય ઝાંખો પડી ગયો પાછો,
કોણ ઊભું છે આયના સામે?

કોઇ પૂછે આ કોણ લોકો છે,
કોડિયાં લૈ ઊભા હવા સામે…

મૌન પાસેય ક્યાં જવાબ કોઇ?
શબ્દ પ્રશ્નો બની ઊભા સામે…

મોં છુપાવીને ખૂબ ઊંઘી લ્યો,
ઊભા રહેવાનું છે ખુદા સામે…

બેસી રહેવાથી શું વળે ‘આદિલ’?
પગ ઉપાડો તો દ્વારિકા સામે…

Advertisements
%d bloggers like this: