Home > કવિતા, ગઝલ, ગીત, જવાહર બક્ષી > આપ કહો તો આંખો ખોલું – જવાહર બક્ષી

આપ કહો તો આંખો ખોલું – જવાહર બક્ષી

September 13, 2013

રાત, પ્રતીક્ષા, ઊંઘનું ઝોલું,
શ્રદ્ધા જેવા લયથી ડોલું…

હું ઝાકળના શહેરનો બંદી,
બોલ, ક્યો દરવાજો ખોલું…

થાય સજા પડઘા-બારીની,
ત્યાં જ તમારું નામ ન બોલું…

આવરણોને કોણ હટાવે,
રૂપ તમારું આખાબોલું…

સ્વપ્નાંઓ સંપૂર્ણ થયાં છે,
આપ કહો તો આંખો ખોલું…

– જવાહર બક્ષી

Advertisements
%d bloggers like this: