Home > કવિતા, ગઝલ, ગીત, જવાહર બક્ષી > એક અણસારનો પડદો છે – જવાહર બક્ષી

એક અણસારનો પડદો છે – જવાહર બક્ષી

September 11, 2013

એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે,
રોજ બત્તીનો સમય છે અને અંધારું છે…

ભૂખરાં વાદળો સાથે કરો તારા મૈત્રી,
ક્યાં કોઇ ખાસ પ્રતિક્ષામાં ભીંજાવાનું છે…

ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે,
ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે…

કોઇ પછડાટ નહીં, વ્હાણ નહીં, ફીણ નહીં,
સંગે મરમરની લહેરોમાં તણાવાનું છે…

આ નગરમાં તો સંબંધોના ધૂમાડા જ ખપે,
અહીંયાં ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે…

– જવાહર બક્ષી

Advertisements
%d bloggers like this: