Home > કવિતા, ગઝલ, ગીત, જવાહર બક્ષી > પ્રસંગો થાક ઊતારી જશે અવસ્થાનો – જવાહર બક્ષી

પ્રસંગો થાક ઊતારી જશે અવસ્થાનો – જવાહર બક્ષી

September 8, 2013

પ્રસંગો થાક ઊતારી જશે અવસ્થાનો,
સંબંધ ફીણના ગોટા થઈને ઊડવાનો…

લખાતું રહેશે વિરહની હવામાં તારું નામ,
અને હું અક્ષરોમાં ગૂંચવાતો રહેવાનો…

પવન ઉઠાવી જશે લાગણીના પડછાયા,
ફરીથી આંખમાં તડકો ભરાઈ રહેવાનો…

અરીસો ફોડશે તારા અભાવનો સૂરજ,
હું કાચ કાચમાં કિરણ બનીને ઊગવાનો…

સમયના ઠંડા ઝરણમાં વહીશ તું જ્યારે,
તને હું સ્થિર પ્રતિબિંબ થઈ વળગવાનો…

– જવાહર બક્ષી

Advertisements
%d bloggers like this: