Home > કવિતા, કુતુબ આઝાદ, ગઝલ, ગીત > ઢળી જાય છે સમય – કુતુબ આઝાદ

ઢળી જાય છે સમય – કુતુબ આઝાદ

August 25, 2013

સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય,
સદભાગી કો’કને જ ફળી જાય છે સમય…

રહેશો ના કોઇ પણ આ, સમયના ગુમાનમા,
સરતો હવાની જેમ સરી જાય છે સમય…

સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય,
સદભાગી કો’કને જ ફળી જાય છે સમય…

ક્યારેય કોઇ એકનો થઇને રહ્યો નથી,
રાજા અને નવાબનો બદલાય છે સમય…

‘આઝાદ’ વણઉકેલ સમસ્યા છે આ સમય,
સમજી શકે છે એમને સમજાય છે સમય…

સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય,
સદભાગી કો’કને જ ફળી જાય છે સમય…

– કુતુબ આઝાદ

Advertisements
%d bloggers like this: