Home > કવિતા, ગઝલ, ગીત, રજની પાલનપુરી > મુબારક તમોને – રજની પાલનપુરી

મુબારક તમોને – રજની પાલનપુરી

August 23, 2013

મુબારક તમોને આ ઊછીનો વૈભવ,
મુબારક તમોને આ મિથ્યા ખુશાલી…

ખપે ના મને કાંઇ પણ એવું મિત્રો,
કે આગવી છે મારી જાહોજલાલી…

આ જખ્મોનાં રત્નો, આ આંસુઓનાં મોતી,
તમારાં પ્રતાપે ઘણુંય મળ્યું છે…

તમારી દુઆથી જીવનમાં કદાપી,
નહીં થાય મારો આ ભંડાર ખાલી…

– રજની પાલનપુરી

Advertisements
%d bloggers like this: