Home > કવિતા, ગઝલ, ગીત, સૈફ પાલનપુરી > કદી વેરાન વન જેવું – ‘સૈફ’ પાલનપુરી

કદી વેરાન વન જેવું – ‘સૈફ’ પાલનપુરી

August 19, 2013

કદી વસ્તીભર્યું લાગ્યું કદી વેરાન વન જેવું,
જવાનીમાં જીવન પર થઈ શક્યું ક્યાં કંઈ મનન જેવું…

સૂરજ ઊગ્યો છે લાવો થોડી શબનમ હું ય વરસાવું,
તમારી યાદ રૂપે છે હ્રદયમાં કંઈ સુમન જેવું…

કોઈ જો સહેજ છેડે છે તો એ શરમાઈ જાય છે,
તમે દિલમાં વસ્યાં તો થઈ ગયું દિલ પણ દુલ્હન જેવું…

તમે રિસાતે ના તો પાનખરનો ક્રમ ન જળવાતે,
અમારી ભૂલ કે દિલને સજાવ્યું’તું ચમન જેવું…

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મ્રુત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું…

– ‘સૈફ’ પાલનપુરી

Advertisements
%d bloggers like this: