Home > કવિતા, ગઝલ, ગીત > ચાલ્યા જ કરું છું

ચાલ્યા જ કરું છું

August 17, 2013

ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું,
આ જગત જન્મ્યું ત્યારથી, બસ ચાલ્યા જ કરું છું…

સંસારની પગથારને કોઇ ઘર નથી,
મારા જ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી,
શ્રધ્ધાનો દિવો દિલમાં પ્રગ્ટાવ્યા કરું છું…

હસ્તી નથી એની જ હસ્તી ધારી લઇને,
બુધ્ધિ કરે જો પ્રશ્ન એને મારી લઇને,
મંદિરમાં જઇ ઘંટ બજાવ્યા કરું છું…

નાટક કરું છું, હું જે નથી તે થઇને,
મરું છું કોઇક વાર મીઠું ઝહર લઇને,
જેણે બનાવ્યો એને બનાવ્યા કરું છું…

Advertisements
%d bloggers like this: