Home > કવિતા, કૈલાસ પંડિત, ગઝલ, ગીત > ખરાં છો તમે – કૈલાસ પંડિત

ખરાં છો તમે – કૈલાસ પંડિત

August 13, 2013

ઘડીમાં રીસાવું, ખરાં છો તમે,
ફરીથી મનાવું, ખરાં છો તમે…

ન પૂછો કશું યે, ન બોલો કશું યે,
અમસ્તા મુંઝાવું, ખરાં છો તમે…

ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,
અમારે ક્યાં જાવું, ખરાં છો તમે…

હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ,
નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે…

– કૈલાસ પંડિત

Advertisements
%d bloggers like this: