Home > કવિતા, ગઝલ, ગીત, સૈફ પાલનપુરી > ફુલ કેરા સ્પર્શથી – ‘સૈફ’પાલનપુરી

ફુલ કેરા સ્પર્શથી – ‘સૈફ’પાલનપુરી

August 11, 2013

ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે,
એને રુઝાયેલા ઝખ્મો યાદ આવી જાય છે…

કેટલો નજીક છે આ દુરનો સંબંધ પણ,
હું રડું છું એકલો એ એકલા શરમાય છે…

કોઈ જીવનમાં મરેલા માનવીને પુછજો,
એક મૃત્યૃ કેટલા મૃત્યૃ નિભાવી જાય છે…

આ વિરહની રાત છે તારીખનું પાનું નથી,
અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે…

એક પ્રણાલીકા નિભાવું છું,લખું છું ‘સૈફ’ હું,
બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં જીવાય છે…

– ‘સૈફ’પાલનપુરી

Advertisements
%d bloggers like this: