Home > કવિતા, ગઝલ, ગીત, બરકત વિરાણી બેફામ > સૌ સિકંદર લાગશે – બરકત વિરાણી ‘બેફામ’

સૌ સિકંદર લાગશે – બરકત વિરાણી ‘બેફામ’

August 10, 2013

જિંદગીને મોતનો જો ભેદ ના રાખો તમે,
જેના ખાલી હાથ છે એ, સૌ સિકંદર લાગશે…

ફક્ત જીતવી નથી મારે તો રચવી છે નવી દુનિયા,
કવિ મુફલિસ છું પણ છું, એક કદમ આગળ સિકંદરથી…

અનુભવથી ના જીવન ઘડ, અનુભવમાં તો લાંછન છે,
તમાચાની નિશાની કાંઈ લાલી થઈ નથી શકતી…

પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે,
બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો…

– બરકત વિરાણી ‘બેફામ’

Advertisements
%d bloggers like this: