Home > કવિતા, ગઝલ, ગીત, મુકુલ ચોકસી > એક આંખ વિધવા છે અને બીજી કુંવારી છે – મુકુલ ચોકસી

એક આંખ વિધવા છે અને બીજી કુંવારી છે – મુકુલ ચોકસી

August 8, 2013

અહીંથી આવ-જા કરતા બધા બસ રાહદારી છે,
અહીં દ્વારો વગરનું ઘર અને હજ્જારો બારી છે…

હવે વારાંગનાના બારણાથી પણ વધુ ખુલ્લી,
આ મારી ખુલ્લી છાતી પર સજાવેલી પથારી છે…

છતાં એવી જ નિર્મમતાથી પીડે છે હજુ આજે,
ગયા ભવમાં હતી જે શોક્ય આ ભવમાં અટારી છે…

પ્રતીક્ષાની પીડાઓ તો અ.સૌ. છે ને અ.સૌ. રહેશે,
ભલે એક આંખ વિધવા છે અને બીજી કુંવારી છે…

– મુકુલ ચોકસી

Advertisements
%d bloggers like this: