Home > કવિતા, ગઝલ, ગીત, જગદીષ જોશી > મને એકલા મળો – જગદીષ જોશી

મને એકલા મળો – જગદીષ જોશી

August 7, 2013

તમે સાંજે મળો તો મને એકલા મળો,
કે મારા દિવસ આખાને વળે હાશ…

આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં,
ઉન્હા ઉજાગરાની પ્યાસ…

આંખો મીંચાય, પછી શમણું ઊગે,
એ તો નીંદરમાં બાવળની શૂળ…

ઝાંઝવાની જીવલેણ નદીયું પર બાંધો નહીં,
વાયદાના ભાંગેલા પુલ…

એવી તે વાવી કઇ જીવતરમાં ભૂલ,
કે તમે મળવામાં આટલા ઉદાસ…

ધોધમાર તડકો કંઇ આછો થયો,
અને સાંજની હવા તે બહાવરી…

કાળીકાળી વાદળી ખુલ્લા આકાશમાં,
વરસી નહીં કે નહીં આછરી…

આદરેલી વાત તમે અધવચ્ચે આંતરી,
ને શબ્દોના ટૂંપાયા શ્વાસ…

– જગદીષ જોશી

Advertisements
%d bloggers like this: