Home > કવિતા, ગઝલ, ગીત, મુકુલ ચોકસી > છે એમાં અભાવ દોસ્ત – મુકુલ ચોકસી

છે એમાં અભાવ દોસ્ત – મુકુલ ચોકસી

July 30, 2013

એક આખી જિંદગીનો છે એમાં અભાવ દોસ્ત,
આ ખાલી જામનુંય વજન છે ઉઠાવ દોસ્ત…

જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત,
પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત…

દરિયામાં મોજાં આવે, બધે આવતા નથી,
અમથી જ રાહ જોયા કરે છે તળાવ દોસ્ત…

દરિયા-પહાડ-આભમાં જો ના સમાય તો,
નાની ચબરખીમાં પ્રણયને સમાવ દોસ્ત…

તાજાકલમમાં એ જ કે તારા ગયા પછી,
બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત…

– મુકુલ ચોકસી

Advertisements
%d bloggers like this: