Home > કવિતા, ગઝલ, ગીત, મુકુલ ચોકસી > રમખાણ પણ નથી – મુકુલ ચોકસી

રમખાણ પણ નથી – મુકુલ ચોકસી

July 24, 2013

સામેનો રથ આ વાતથી અણજાણ પણ નથી,
કે મારી પાસે એક્કે ધનુષ-બાણ પણ નથી…

વિસ્તરતી ચાલે મારી ક્ષિતિજો આ દૂર દૂર,
ને આમ કોઈ જાતનું ખેંચાણ પણ નથી….

માટે તો અર્થહીન આ ઊભા રહ્યા છીએ,
ત્યજવું નથી, ને કાયમી રોકાણ પણ નથી…

સંપૂર્ણ શાંતિ કેવી રીતે સંભવી શકે,
કર્ફ્યુ નખાય એટલું રમખાણ પણ નથી…

– મુકુલ ચોકસી

Advertisements
%d bloggers like this: