Home > કવિતા, ગઝલ, ગીત, મુકુલ ચોકસી > કાગળ વચ્ચે ધરવો જોઇએ – મુકુલ ચોકસી

કાગળ વચ્ચે ધરવો જોઇએ – મુકુલ ચોકસી

July 14, 2013

આપણી અંદર મરી પરવારી ગયેલા કોઇએ,
બાગમાં પથ્થર બનીને જન્મ લેવો જોઇએ…

સ્વપ્નના ફાનસના અજવાળામાં જેને જોઇએ,
ખુલ્લી આંખોના આ અંધાપામાં તેને ખોઇએ…

ચાલુ ટ્રેને બારી પાસે બેસવાની વાતમાં,
બારીમાંથી કૂદવા જેવું ઝગડતા હોઇએ…

આંસુની અધિકૃત વિક્રેતા છે થોડી આંખ આ?
ખાત્રીપૂર્વકનું ને જથ્થાબંધ ક્યાંથી રોઇએ…

પૂર માટે માત્ર સ્થાનિક વાદળો પૂરતાં નથી,
કંઇક ઉપરવાસમાં વરસાદ જેવું જોઇએ…

ખાઇ પીને નાહીને કવિતા નથી બનતી હે દોસ્ત,
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઇએ…

– મુકુલ ચોકસી

Advertisements
%d bloggers like this: