Home > કવિતા, ગઝલ, ગીત, નયન દેસાઈ > અથશ્રી હોવું, બે હાથો જોડીને રોવું – નયન દેસાઈ

અથશ્રી હોવું, બે હાથો જોડીને રોવું – નયન દેસાઈ

July 13, 2013

અથશ્રી હોવું, બે હાથો જોડીને રોવું..

અભરે આંસુ, સભરે પીડા,
તરફડવું ચિરકાળ, જીવજી,
તન તડકો છે, મન પર્વત છે ને,
શ્વાસો ખડકાળ, જીવજી,
અથશ્રી હોવું, પડછાયાને પાણી ટોવું,
બે હાથો જોડીને રોવું…

ફૂલની પાંદડીઓમાં પેઠા ભમરા કૈં,
ભમરાળ, જીવજી,
ડંખ મ્હેંક ભરીને વાગ્યા,
કંટક થૈ ગૈ ડાળ, જીવજી,
અથશ્રી હોવું, દર્પણ થઈ ઝાકળને જોવું,
બે હાથો જોડીને રોવું…

સખ્ખળ ડખ્ખળ સંબંધોનાં,
અણિયાળાં કૈં આળ, જીવજી,
આ સૂરજને પાદર કાઢો,
ઊગે છે બરફાળ, જીવજી,
અથશ્રી હોવું, વહેતા જળને જળથી ધોવું,
બે હાથો જોડીને રોવું…

– નયન દેસાઈ

Advertisements
%d bloggers like this: