Home > કવિતા, ગઝલ, ગીત, નયન દેસાઈ > દરેક સાંજ એકાંતનું સંગીત હોય છે – નયન દેસાઈ

દરેક સાંજ એકાંતનું સંગીત હોય છે – નયન દેસાઈ

July 11, 2013

દરેક સાંજ એકાંતનું સંગીત હોય છે,
પ્રત્યેક સાંજ લોહીમાં બાંધે છે રાફડો,
લાચાર સૂર્ય પણ નભે ડૂબે છે બાપડો…

ઉદાહરણ, જેવી રીતે આ દૃશ્ય સૌ આંખોમાં આથમે,
ચશ્માના કાચ પર પડે ઝીણી ઝીણી તડો…

પક્ષ, ડૂબે છે તારી યાદનો સારું છે આ સમય,
નહીંતર તો લાંઘવી પડે એ ઊંચી ભેખડો…

સાધ્ય, પડછાયો થઈ ગયા પછી માળા તરફ જવું,
એવું શીખ્યો છે આટલી ઉમ્મરમાં કાગડો…

સાબિતી, ચારે તરફથી આમ બસ કોરાવું કાળજે,
મારી ગઝલ છે સાંજની જણસનો દાબડો…

– નયન દેસાઈ

Advertisements
%d bloggers like this: