Home > કવિતા, ગઝલ, ગીત, નયન દેસાઈ > હું મારામાં ગુમ થયો છું – નયન દેસાઈ

હું મારામાં ગુમ થયો છું – નયન દેસાઈ

July 10, 2013

મૌન મટીને બૂમ થયો છું,
હું મારામાં ગુમ થયો છું…

કૈં ઠેકા ઠુમકા કીધા છે,
તો આજે રૂમઝૂમ થયો છું…

જીવતર આખું ભડકે બળતું,
સારૂં છે નિર્ધૂમ થયો છું…

ચીરેચીરા સુખના કીધા,
હું કેવો માસૂમ થયો છું…

ગામનું ઘર ને ખેતર વેચ્યા,
કોઈ ભાડાની રૂમ થયો છું…

– નયન દેસાઈ

Advertisements
%d bloggers like this: