Home > કવિતા, ગઝલ, ગીત, નયન દેસાઈ > હોવાનો બોજ – નયન દેસાઈ

હોવાનો બોજ – નયન દેસાઈ

July 8, 2013

હોવાનો બોજ આ રીતે ઊંચકી શકાય છે,
સમજી શક્યા નથી અને સમજી શકાય છે…

શમણાંઓ એનાં એ જ છે પાંપણની ધાર પર,
ચાદર પથારી પરની તો બદલી શકાય છે…

ચાદર બદલવા જાવ તો શમણાં ઉડી જશે,
શમણાં વગર તો ક્યાં કદી ઊંઘી શકાય છે?

આ એજ છે નદી કે જે વહેતી હતી કદી,
આ ચિત્ર સાથે નોંધમાં વાંચી શકાય છે…

– નયન દેસાઈ

Advertisements
%d bloggers like this: