Home > કવિતા, ગઝલ, ગીત > સ્પર્શનો વરસાદ હમણાં

સ્પર્શનો વરસાદ હમણાં

July 4, 2013

ઝરમરે છે સ્પર્શનો વરસાદ હમણાં,
ને ઊગે છે સીમ-શેઢે સાદ હમણાં…

ગુફ્તગો આ આંખની અંગત રહી છે,
એમને કરવી નથી ફરિયાદ હમણાં…

ખૂબ તાજો શબ્દ આજે ઊપડ્યો છે,
ને લખાશે પ્રેમનો સંવાદ હમણાં…

વિસ્તર્યું ચારે તરફ લીલાશ જેવું,
પાનખરને કેમ કરવી યાદ હમણાં…

કેટલા વરસો પછી ઘરમાં વળું છું,
જાગી ઊઠ્યો કાળજે ઉન્માદ હમણાં…

Advertisements
%d bloggers like this: