Home > કવિતા, ગઝલ, ગીત > મેઘધનુ રંગહિન જણાય છે

મેઘધનુ રંગહિન જણાય છે

July 3, 2013

રંગ સઘળાં, જીવન તણા ઉડતા જાય છે,
જુઓ મને મેઘધનુ રંગહિન જણાય છે…

પથરા અને ઝાંખડાના એ ઢગ જ હોય છે,
કે પર્વતો ક્યાં હવે નયનરમ્ય દેખાય છે…

દિવાલ ઘરની રડતી મુકી,તમે છો ગયા,
આ મુજ મકાનને, શું ઘર કહેવાય છે…

ક્યાં આપણે આવીયા, કઈ રાહ ચાલ્યા હતા,
માર્ગ મંઝિલો બધી, હાથથી સરી જાય છે…

શમણાંનુ હરણુ જીવનથી ખુબ થાકી ગયું,
એને બંધ નયનથી પણ મૃગજળ દેખાય છે…

આવે નહી શબ્દ સાગરમાં ગઝલની ભરતી,
મારો સમુદ્ર ગઝલનો ઓસરી જાય છે…

Advertisements
%d bloggers like this: