Home > કવિતા, ગઝલ, ગીત > એક જ જવાબ દે મારો એક જ સવાલ છે

એક જ જવાબ દે મારો એક જ સવાલ છે

July 1, 2013

એક જ જવાબ દે મારો એક જ સવાલ છે,
આ મારા પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે…

વર્તમાનમાંથી નીકળી ભાવિ તરફ જવું,
બાકી કશી જીવનની ગતિ છે ન ચાલ છે…

આ આજના ભરોસે મને માન આપ ના,
કોને ખબર કે શું મારી આગામી કાલ છે…

પૂરાં કરો વચન જે દીધાં આજકાલનાં,
મારીય જીન્દગાની હવે આજકાલ છે…

બસ એક નજર સચેત, તો વૈભવ બધા મળે,
બસ એક નજર ચૂકો તો બધું પાયમાલ છે…

એવા કોઈ વિરાટની સંગત મળે તો વાહ,
જે પોતે દીન હોવા છતાં પણ દયાલ છે…

Advertisements
%d bloggers like this: