Home > કવિતા, ગઝલ, ગીત > આંખો વિશે તુજને ભરું

આંખો વિશે તુજને ભરું

June 22, 2013

આકાશમાં દૃષ્ટિ કરું, આંખો વિશે તુજને ભરું,
તારા સુહાગી ભાલમાં, મેઘધનુનો ટિકો કરું…

ઉપવન વિશે વિચર્યા કરું, શ્વાસે સુગંધ ભર્યા કરું,
હજી તો તને અડક્યો નથી, પહેલાથી જ મહેક્યા કરું…

સાગર બધા તરતો રહું, મોતી બધા વિણતો રહું,
ધરતી ઉપર ભમતો રહું, તુજને સદા ગમતો રહું…

માનવ થવા તું જાણ જીવ, છે હોમવાની જાતને,
જીવનનું સમજી રાઝ, હું દિપક બની જલતો રહું…

જો તું મને ના ઓળખે, હું માની લઉં એ વાતને,
ક્હેછે બધા જોઈ મને, હું સાવ બદલાતો રહું…

Advertisements
%d bloggers like this: