Home > કવિતા, ગઝલ, ગીત > અમે રાખમાંથીયે બેઠા થવાના

અમે રાખમાંથીયે બેઠા થવાના

June 17, 2013

અમે રાખમાંથીયે બેઠા થવાના,,
જલાવો તમે તોયે જીવી જવાના…

ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના…

ધખો તમતમારે ભલે સૂર્ય માફક,
સમંદર ભર્યો છે, ન ખૂટી જવાના…

ચલો હાથ સોંપો, ડરો ન લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના…

અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું,
અમે પંખી એકે ન ચૂકી જવાના…

Advertisements
%d bloggers like this: