Home > કવિતા, ગઝલ, ગીત > તને હું શું આપું?

તને હું શું આપું?

June 13, 2013

તૂટીને થઇ ગયું ટુકડા, તને હું શું આપું?
કે પહેલાં જેવું હવે આખું આ હ્રદય ક્યાં છે?

હું ગાઢ એવા કંઇ અવકાશમાં ફસાયો છું,
તનેય મળવાનો મારી કને સમય ક્યાં છે?

કદીક કંઇક તો એમાં કચાશ દેખાશે,
જગતમાં ક્યાંય પણ પૂરેપૂરો પ્રણય ક્યાં છે?

મેં એને મેળવ્યાં છે, પણ મને ગુમાવીને,
કે આ તો મારો પરાજય છે, આ વિજય ક્યાં છે?