Home > કવિતા, ગઝલ, ગીત > પ્રેમ આખી જિંદગીનો મર્મ છે

પ્રેમ આખી જિંદગીનો મર્મ છે

June 8, 2013

પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,
એ વિનાની સર્વ વાતો તર્ક છે…

ગાલ પર ખંજનો હોતાં હશે?
એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે…

શેર ઉપર વાહ જો એની મળે,
એ જ ક્ષણ મારા જીવનમાં પર્વ છે…

હોઠ તારા એ જ છે પણ તે છતાં,
નામ ત્યાં મારું નથી નો ફર્ક છે…

હું તને વાંચું નહીં તો શું કરું?
તું બધીયે વાતનો સંદર્ભ છે…

હું કરચલાથી સદા ડરતો રહ્યો,
આમ જોકે મારી રાશિ કર્ક છે…

Advertisements
%d bloggers like this: