Home > કવિતા, ગઝલ, ગીત > તું અમસ્તી વાતમાં વ્યાકુળ છે

તું અમસ્તી વાતમાં વ્યાકુળ છે

June 7, 2013

તું અમસ્તી વાતમાં વ્યાકુળ છે,
આપણું સન્ધાન ચપટી ધૂળ છે…

હોય માનવતા જો તારું ગોત્ર તો,
આ જગત આખ્ખુંય તારું કુળ છે…

કોઈ પણ ઓળખ ન એની થઈ શકી,
સર્વ વ્યાપક છે અને સંકુલ છે…

અન્ય માટે છે એ કેવળ વસ્ત્ર પણ,
તું પહેરે એટલે પટકુળ છે…

ધીમે-ધીમે એ સ્વયં વિકસી જશે,
એટલાં ઊંડાં તો એનાં મૂળ છે…

સ્થાનનો મહિમા જ અંતે સાંપડ્યો,
કૈં નથી ને તોય ત્યાં ગોકુળ છે…

Advertisements
%d bloggers like this: