Home > કવિતા, ગઝલ, ગીત > ગોકુળમાં નહિ ગોઠે

ગોકુળમાં નહિ ગોઠે

June 5, 2013

ચલો વાંસળી, વૃંદાવન, અવ ગોકુળમાં નહિ ગોઠે,
ત્યજી વાંસવન નીરવ વસીએ મુરલીધરને હોઠે…

અંગુલિસ્પર્શ તણી આરતમાં ઝુરી રહ્યા છે છેદ,
સુગંધભીની ફૂંક શ્યામની કરવી નિજમા કેદ…

શ્વાસ કૃષ્ણનો અડે તો પ્રગટે દીવા બત્રીસ કોઠે,
ચલો વાંસળી, વૃંદાવન, અવ ગોકુળમાં નહિ ગોઠે…

આનાથી તો ભલો વાંસના વનમાં લાગે દવ,
ગોપી ઘેલી થાય નહિ તો બળ્યો બંસી નો ભવ…

યમુના માં વહી જાય રાખ ને સૂર ઉઠે પરપોટે,
ચલો વાંસળી, વૃંદાવન, અવ ગોકુળમાં નહિ ગોઠે…

Advertisements
%d bloggers like this: