Home > કવિતા, ગઝલ, ગીત > હવા જોઈ વાદળ બની જાઉં છું હું

હવા જોઈ વાદળ બની જાઉં છું હું

June 2, 2013

હવા જોઈ વાદળ બની જાઉં છું હું,
કદી સાવ કાગળ બની જાઉં છું હું…

શ્વસી તો રહ્યો છું ફૂલોના એ સ્પર્શે,
ને તક જોઈ ઝાકળ બની જાઉં છું હું…

અગર આંખને જો સજા‘વી પડે તો,
ઘણીવાર કાજળ બની જાઉં છું હું…

સમજ છે, ને રસ્તો સરળ છે, છતાંયે,
કદી કોઈ આગળ ‘બની’ જાઉં છું હું…

દિલો જોડવાની શરત મારીએ ત્યાં,
ઘણીવાર અટકળ બની જાઉં છું હું…

Advertisements
%d bloggers like this: