Home > કવિતા, ગઝલ, ગીત > દીવો બુઝાઈ ગયો અંધકાર કરવામાં

દીવો બુઝાઈ ગયો અંધકાર કરવામાં

May 30, 2013

હતું જે એય ગયું ફેરફાર કરવામાં,
દીવો બુઝાઈ ગયો અંધકાર કરવામાં…

હવે જગાડ ન સૂતો છું હું હકીકતમાં,
જરાક વાર કરી તેં સવાર કરવામાં…

નદીની જેમ અગર ચાલશો થશે રસ્તા,
ખડક ઊભા જ રહ્યા છે વિચાર કરવામાં…

અરે ઓ પારધી ટહુકા ન ધ્યાનથી સાંભળ,
ધ્રૂજે છે હાથ હજી જો શિકાર કરવામાં…

ફરક પડે ન અરીસાને શી રીતે ‘બેદિલ’,
તૂટી ગયો છું હું ટુકડા હજાર કરવામાં…

Advertisements
%d bloggers like this: