Home > કવિતા, ગઝલ, ગીત > સાદ આજે ઉધાર લઈ આવો

સાદ આજે ઉધાર લઈ આવો

May 28, 2013

સાદ આજે ઉધાર લઈ આવો,
આમ ડૂમાને બ્હાર લઈ આવો…

આ વિકસતા અગાધ રણ વચ્ચે,
ચોતરફ જળની ધાર લઈ આવો…

જ્યાં તમસનો મુશાયરો જામ્યો,
ત્યાં જ ચાલો, સવાર લઈ આવો…

લ્યો, ફરી વેદનાની ક્ષણ આવી,
સ્નેહભીનો વિચાર લઈ આવો…

આજ, સંવેદના ચકાસી લઉં,
લાગણી પર પ્રહાર લઈ આવો…

કેટલાં જન્મની તરસ છે, આ?
એક ઝરણું ધરાર લઈ આવો…

Advertisements
%d bloggers like this: