Home > કવિતા, ગઝલ, ગીત > હ્રદયભરીને પી લે મનવા

હ્રદયભરીને પી લે મનવા

May 22, 2013

હ્રદયભરીને પી લે મનવા,
કાંઇ કશું નહીં બાકી રાખ…

આ જનમમાં શબરીનાં બોર,
શબરી થઇને ચાખી રાખ…

કોઇક દિવસ તો આવશે રામ,
ત્યારે કરજે એને પ્રણામ…

અત્યારે તો ઘૂંટ્યાં કર તું,
તારા ખરલ માં એક જ નામ…

સભર સભર આ સમદરને,
તું આકાશ ઓથે ઢાંકી રાખ…

હ્રદયભરીને પી લે મનવા,
કાંઇ કશું નહીં બાકી રાખ…

પિવાય એટલું પી,
નહીં રાખ કશાનો છોછ…

આપણી આંખને હોય નહીં,
કોઇ દ્રશ્યોનો સંકોચ…

એક એક આ દ્રશ્ય દ્રશ્યમાં,
અદ્રશ્યને તું આંકી રાખ…

હ્રદયભરીને પી લે મનવા,
કાંઇ કશું નહીં બાકી રાખ…

Advertisements
%d bloggers like this: