Home > કવિતા, ગઝલ, ગીત > હું થોભું છું ને ચાલું છું

હું થોભું છું ને ચાલું છું

May 20, 2013

હું થોભું છું ને ચાલું છું,
ને હળવે હળવે મ્હાલું છું,
ને હાથ તારો ઝાંલું છું,
હું થોભું છું ને ચાલું છું…

રાત ભલે ને કાળી હો,
પણ તારું તો અજવાળું છે,
તું હાથ મારો પંપાળે છે,
ને હાથ તારો પંપાળું છું,
હું થોભું છું ને ચાલું છું…

અરસપરસનો પ્રેમ,
આપણ આ જીવને પકડી રાખે,
ઓશિયાળા તો નથી,
આપણાં હાથને જકડી રાખે…

આયુષ્યના ઢાળ ઉપર આ,
સંબધને સંભાળું છું,
ને હાથ તારો ઝાંલું છું,
હું થોભું છું ને ચાલું છું…

Advertisements
%d bloggers like this: