Home > કવિતા, ગઝલ, ગીત > તારી પાસે આવી, રહીશ

તારી પાસે આવી, રહીશ

May 19, 2013

હાશ! એક દિવસ તો અહીંથી જઇશ,
તારી પાસે આવી, રહીશ…

તારો લીલો બાગ મધુરો, પંખી ધીમું બોલે રે,
સાહ્યબાનું તો માનસરોવર, હૈયું હળવે ખોલે રે…
હું તો સરવર જળમાં જળની જેમ જ સહજ વહીશ,
હાશ! તારી પાસે આવી, રહીશ…

મોરપીંછના રંગો જેવું આકાશ નીલું ભૂરું રે,
સંસારનું માયાવી સુખ આ લાગે ખારું તૂરું રે,
મૂંગી મૂંગી વાત આપણી કોઇને નહીં હું કહીશ,
હાશ! તારી પાસે આવી, રહીશ…

સૃષ્ટિના આ શયનખંડમાં ક્યાં છે કોઇ દીવાલ?
ગીત-સંગીતના સથવારામાં ઝરમર ઝરતું વ્હાલ,
જીવન તારે ચરણે મૂકી હું તારામય થઇશ,
હાશ! તારી પાસે આવી, રહીશ…

Advertisements
%d bloggers like this: