Home > કવિતા, ગઝલ, ગીત > સંબંધોને વણસતા વાર નથી લાગતી

સંબંધોને વણસતા વાર નથી લાગતી

May 17, 2013

સંબંધોને વણસતા વાર નથી લાગતી,
સંબંધોને કણસતાં વાર નથી લાગતી…

સ્મિત અને આંસુંનો કેવો સંબધ છે,
હોઠ હવે હસે નહીં ને આંખો અકબંધ છે…

લગોલગને અળગતાં વાર નથી લાગતી,
સંબંધોને સળગતાં વાર નથી લાગતી…

કોઇ ઊંચા શિખર પરથી ગબડી પડે,
ને સુગંધી હવાની સાથે ઝઘડી પડે…

સાથે-સંગાથે આપણે મ્હાલતાં ભલે,
પણ રસ્તાને રઝળતાં વાર નથી લાગતી…

Advertisements
%d bloggers like this: