Home > કવિતા, ગઝલ, ગીત > મૌનમાં સરી પડો

મૌનમાં સરી પડો

May 16, 2013

સાવ સહજપણે નિરાંતને જીવે મૌનમાં સરી પડો,
અચરજનું એક વૃક્ષ થઇને પાંદડે પાંદડે ખરી પડો…

કોઇ ઇચ્છા નહીં, નહીં કોઇ વળગણ સગપણ કાંઇ ની સાથે,
હળવે હળવે વહે નાવ, નહીં કોઇ હલેસા હાથે…

ઝરમર ઝરમર વાદળનું જળ થઇને મેળે ઝરી પડો,
અચરજનું એક વૃક્ષ થઇને પાંદડે પાંદડે ખરી પડો…

નહીં કોઇ ધૃણા, કેવળ પ્રેમ ને વહે કરુણા આંખે,
પિંજર તોડી પંખી ઊડે, આભે નીજની પાંખે…

કાળની ગંગામાં થીર થઇને ઘટઘટ વહેતો ઘડો,
અચરજનું એક વૃક્ષ થઇને પાંદડે પાંદડે ખરી પડો…

Advertisements
%d bloggers like this: