Home > કવિતા, ગઝલ, ગીત > સંબધને તૂટતાં વાર નથી લાગતી

સંબધને તૂટતાં વાર નથી લાગતી

May 15, 2013

સંબધને તૂટતાં વાર નથી લાગતી,
સવારને રાત થતાં, રાતને સવાર થતાં વાર નથી લાગતી…

સંબધ તો હીરાનો હાર છતાં તૂટે,
ક્યારે શું થાશે? પણ, અંજળ જો ખૂટે,
ભિડાયેલા હાથ એક પળમાં પણ છૂટે,
મ્યાનમાં તલવાર, પણ મ્યાનમાંથી તલવારને નીકળતાં વાર નથી લાગતી…
સંબધને તૂટતાં વાર નથી લાગતી…

સંબધ તો બટકણી ડાળ અને ફૂલ છે,
મૃગજળ પર બાંધેલો ઝાકળનો પુલ છે,
પૂછો નહીં કોઇ કદી કોની આ ભૂલ છે,
મેળવેલી હોય ભલે સોનલ સિતાર છતાં તારને તો તૂટતાં વાર નથી લાગતી…
સંબધને તૂટતાં વાર નથી લાગતી…

Advertisements
%d bloggers like this: