Home > કવિતા, ગઝલ, ગીત > રાધા એ શ્યામ સામે જોયું ને આંસુ એક રોયુ

રાધા એ શ્યામ સામે જોયું ને આંસુ એક રોયુ

May 12, 2013

રાધા એ શ્યામ સામે જોયું ને આંસુ એક રોયુ,
પણ ગોવર્ધનધારી આંસુને ઊંચકી શકતા નથી…
રાધા મૂંઝાય અને શ્યામ પણ મૂંઝાય,
ભીતરમાં ડૂમો ને વાણી અવાક્ છે…
એકમેક વિના કહો કેટલું જિવાય?

એનો હૈયામાં થાક પણ અથાક છે,
ક્યાંય પણ નથી અહીં કોઇ પણ વિસામો,
ને શ્યામ મળ્યો સામો…

પણ કૃષ્ણ કોઇ પ્રશ્ર પૂછી શકતા નથી,
મોરપિચ્છના રંગ ગયા ઊડી સૌ સામટા,
ને વાંસળીના સૂર ક્યાંય ઓસરી ગયા,
ભાગ્ય જેવી આ ફૂટેલી મટુકી,
ને યમુનાનાં જળ તો નીસરી ગયાં…

રાધા ઉદાસ છે ને શ્યામ પણ ઉદાસ છે,
આયખું ઓછું ને આછેરા શ્વાસ છે,
ચંદ્ર ઊગ્યો ને જળ હવે કેમે કરી ઊછળી શકતાં નથી…

Advertisements
%d bloggers like this: