Home > કવિતા, ગઝલ, ગીત > મારો ને તારો સંબધ

મારો ને તારો સંબધ

May 11, 2013

મારો ને તારો સંબધ, માત્ર આજનો નથી,
મારો ને તારો સંબધ, મુદ્દલ ને વ્યાજનો નથી…

દ્રશ્ય ને શ્રાવ્ય જેવો, સંબધ છે આપણો,
આપણને બાંધે છે, કાચો એક તાંતણો…

મારો ને તારો સંબધ, શરમ ને લાજનો નથી,
મારો ને તારો સંબધ, માત્ર આજનો નથી…

કોઇ વૃદ્ધ અને ભાગવત, જેવો સંબધ છે,
મોરલીના સૂર અને, નેપુર આ અંધ છે…

મારો ને તારો સંબધ, આજના સમાજનો નથી,
મારો ને તારો સંબ, માત્ર આજનો નથી…

Advertisements
%d bloggers like this: