Home > કવિતા, ગઝલ, ગીત > રાધાએ એક દિવસ વાંસળી વગાડી

રાધાએ એક દિવસ વાંસળી વગાડી

May 10, 2013

માથા પર મોરપીંછ મૂક્યું ને, રાધાએ એક દિવસ વાંસળી વગાડી,
એક ક્ષણ ગોપી થયું હરિવરનું હૈયું ને, હરિવર ની આંખો ઉઘાડી…

મોહનને એક વાર જાણ થવી જોઇએ, કે ગોપીના પ્રાણ એટલે શું?
વ્રજને છોડીને આમ મથુરામાં મ્હાલો, પણ શ્યામ વિના રહેવું એ શું?

સૂરના એક તણખાએ ઘાસ જેવા હૈયામાં આગને તો એવી લગાડી,
માથા પર મોરપિચ્છ મૂક્યું ને, રાધાએ એક દિવસ વાસળી વગાડી…

શ્યામની તો આંખ થઇ આકુળવ્યાકુળ, અને આંસુની ધારા વહી જાય,
જ્વાળા તો કેમે કરી શીતળ નહીં થાય, ને બળતા અંગારામાં ન્હાય…

વનમાળી જ્યારે કઠિયારો થાય ત્યારે એને એટલુ સમજાય,
કે કોને કહેવાય અહીં કુહાડી?

Advertisements
%d bloggers like this: