Home > કવિતા, ગઝલ, ગીત > મરવાની કોઇ પણ ઉતાવળ નથી

મરવાની કોઇ પણ ઉતાવળ નથી

May 8, 2013

મરવાની કોઇ પણ ઉતાવળ નથી,
અને જીવવાને પૂરેપૂરાં કારણ પણ છે,
વૈશાખ પણ છે અને શ્રાવણ પણ છે,
અને રણઝણતો ફાગણ પણ છે…

હજી કેટલાંયે ઝાડ મારે જોવાના છે,
મારે જોવી છે કેટલી નદી,
કેટલાયે નગરોને જોવાનાં છે,
માણસને મળવાનુ મને ગયુ છે સદી…

જોવું છે, જાણવું છે, માણવુ છે મનભરી,
મારી પાસે પોતાનુ પાગલપન છે,
મરવાની કોઇ પણ ઉતાવળ નથી,
અને જીવવાને પૂરેપૂરાં કારણ પણ છે…

ખાવું છે પીવું છે, કેટલુંયે કરવું છે,
હરવું છે, ફરવું છે,
હસીખુશીથી મારે જીવનને ભરવું છે…

છે છે છે-ના સુખના સરોવરમાં,
મારે માનસરના હંસ જેમ હળવેથી તરવુ છે,
સૃષ્ટિનાં પ્રતિબિંબને સાચવી રાખું,
એવા મારી પાસે દ્રષ્ટિનાં દર્પણ પણ છે…

મરવાની કોઇ પણ ઉતાવળ નથી,
અને જીવવાને પૂરેપૂરાં કારણ પણ છે…

Advertisements
%d bloggers like this: