Home > કવિતા, ગઝલ, ગીત > અમર થવાના નથી અભરખા

અમર થવાના નથી અભરખા

May 6, 2013

દિવસ-રાતના ચાલે ચરખા,
અમર થવાના નથી અભરખા…

એક એક આ દિવસ,
અંતે છાપાંની છે પસ્તી…

અને રાતના ટીવી પર તો,
ટોળાંઓની વસ્તી…

ટીવી સ્ક્રીન આ કોરો એના હોય હજારો નુસખા,
અમર થવાના નથી અભરખા…

કીડી શોધે સાકરનો કણ,
એવું શાને શોધું નામ…

ફોટોઓને જોઈને જીવું,
એવું જીવન હોય નકામુ…

ખ્યાતિ એ તે છાને ખૂણે ભરે ડૂમા ને ડૂસકાં,
અમર થવાના નથી અભરખા…

Advertisements
%d bloggers like this: