Home > કવિતા, ગઝલ, ગીત > તનથી ભલેને દૂર છતાંયે મનથી તો હું પાસે છું

તનથી ભલેને દૂર છતાંયે મનથી તો હું પાસે છું

May 5, 2013

તનથી ભલેને દૂર છતાંયે મનથી તો હું પાસે છું,
ધરતી પર હું રહું છતાંયે અંતે અનંત આકાશે છું…

શું તો મારી સાથે જીવું, સૌની સાથે નાતો,
શબ્દોને હું લયમાં ઘૂંટી, ગીત નિરાંતે ગાતો…

કયાંક ગીતમાં, કોઈક પ્રીતમાં, લય-છંદના હું પ્રાસે છું,
તનથી ભલેને દૂર છતાંયે મનથી તો હું પાસે છું…

પંથ પરથી હું પગલાં વીણું જાણે વીણું ટ્હૌકા,
કયાં ને કયાં હું પહોંચી જાઉં, લઈને ફૂલની નૌકા…

મોરપીંછાની આંખો મારી ત્રિભુવનના સહવાસે છું,
તનથી ભલેને દૂર છતાંયે મનથી તો હું પાસે છું…

Advertisements
%d bloggers like this: