Home > કવિતા, ગઝલ, ગીત > ગોકુળની ધૂળ પણ એવી વ્યાકુળ

ગોકુળની ધૂળ પણ એવી વ્યાકુળ

May 4, 2013

ગોકુળની ધૂળ પણ એવી વ્યાકુળ,
કે ફૂલનાં પગલાં ગોકુળની ધૂળમાં…

પગલાંને સાચવીને બેઠી છે મીરાં,
સાચવીને બેઠી છે પાગલ મંજીરાં…

ગોકુળની ધૂળ પણ એવી વ્યાકુળ,
કે સૂરનાં પગલાં ગોકુળની ધૂળમાં…

પગલાંથી પ્રકટે કમળ-તલાવડી,
કમળતલાવડી એ રાધાની આંખડી…

ગોકુળની ધૂળ પણ એવી વ્યાકુળ,
કે મોરપીંછનાં પગલાં ગોકુળની ધૂળમાં…

Advertisements
%d bloggers like this: