Home > કવિતા, ગઝલ, ગીત > ઊંઘ આવે તો ઠીક

ઊંઘ આવે તો ઠીક

May 3, 2013

ઊંઘ આવે તો ઠીક, નહીં આવે તો ઠીક,
આપણે તો રહેવાનું છે આપણી નજીક…

સપનાં આવે સપનાં જાય, સપનાં અધવચ્ચે વિખરાય,
તોયે કાંઈ કશું નવ થાય, રાત તો એની મેળે જાય…

શરીર મારું ગુલામ નથી ને મન નથી માલિક,
ઊંઘ આવે તો ઠીક, નહીં આવે તો ઠીક…

સ્મરણને મેં ચૂપ કર્યાં છે, વિચારનો નહીં વારો,
ચિત્તમાં મારા ચિનગારી, ને ભ્રમણાનો ભવ ખારો…

વ્હેતા જળને ખડક સાથે હોય નહીં લમણાઝીંક,
ઊંઘ આવે તો ઠીક, નહીં આવે તો ઠીક…

Advertisements
%d bloggers like this: